Schedules of Indian Constitution

અનુસૂચિઓ / પરિશિષ્ટો / Schedules

અનુસૂચિ : 1 રાજ્યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશો

28 રાજ્યો અને 8 કેન્‍દ્રશાસિત પ્રદેશો

 

અનુસૂચિ : 2  પગાર અને ભથ્થાં

રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોના મળતરો, ભથ્થાં અને વિશેષાધિકારો સંબંધી જોગવાઈઓ

લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ; તેમજ રાજ્યની વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિના પગાર અને ભથ્થાં સંબંધી જોગવાઈઓ

સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયાધીશોના પગાર, ભથ્થાં, પેન્શનસંબંધી અને અન્ય જોગવાઈઓ.

કેગના પગાર, પેન્‍શનસંબંધી અને અન્ય જોગવાઈઓ

 

અનુસૂચિ : 3  શપથ

સંઘ અને રાજ્યોના મંત્રીઓ, સંસદ સભ્યો, રાજ્ય વિધાનમંડળના સભ્યો,  કેગ, સર્વોચ્ચ અને વડી અદાલતોના ન્યાયાધીશોએ લેવાના શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના.

 

અનુસૂચિ : 4 રાજ્યસભામાં રાજ્યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને બેઠકોની ફાળવણી.

 

અનુસૂચિ : 5 અનુસૂચિત વિસ્તારો(Scheduled Areas) ના વહીવટસંબંધી (આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ સિવાય)

 

અનુસૂચિ : 6  આદિજાતિ વિસ્તારો(Tribal Areas) ના વહીવટસંબંધી

 

અનુસૂચિ : 7 સંઘયાદી, રાજ્યયાદી અને સંયુક્તયાદી

સંઘ અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાની વહેચણી, આ માટેની ત્રણ યાદીઓ,

 

સંઘયાદી

રાજ્યયાદી

સંયુક્તયાદી

મૂળબંધારણમાં વિષયો

૯૭

૬૬

૪૭

વર્તમાનમાં વિષયો

૧૦૦

૬૧

૫૨

 

અનુસૂચિ : 8  ભાષાઓ

હાલમાં પરિશિષ્ટ-8 મુજબ કુલ 22 ભાષાઓ છે, જેમાં નીચે મુજબની ભાષાનો સમવેશ થાય છે.

આસામી

બંગાળી

બોડો

ડોંગરી

ગુજરાતી

હિંદી

મૈથીલી

મલયાલમ

મણીપુરી

મરાઠી

નેપાળી

ઉડિયા

પંજાબી

સંસ્કૃત

સંથાલી

સિંધી

તામિલ

તેલુગુ

ઉર્દૂ

કન્નડ

કાશ્મીરી

કોંકણી

 

 

બંધારણના મૂળ સ્વરૂપમાં પરિશિષ્ટ- 8 મા

14 ભાષાઓ

આસામી, બંગાળી, ગુજરાતી, હિંદી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તામિલ, તેલુગુ, ઉર્દૂ

વર્ષ 1967માં 21માં બંધારણીય સુધારા દ્વારા સિંધી ઉમેરાઈ

15 ભાષાઓ

સિંધી

વર્ષ 1992માં 71માં બંધારણીય સુધારા દ્વારા કોંકણી, મણીપુરી અને નેપાળી ઉમેરાઈ

18 ભાષાઓ

કોંકણી, મણીપુરી અને નેપાળી

વર્ષ 2003માં 92માં બંધારણીય સુધાર દ્વારા બોડો, ડોંગરી, મૈથીલી અને સંથાલી ઉમેરાઈ.

22 ભાષાઓ

બોડો, ડોંગરી, મૈથીલી અને સંથાલી

વર્ષ 2011માં 96માં બંધારણીય સુધારા દ્વારા 'ઓરિયા' ભાષાનું નામ બદલીને 'ઉડિયા' કરાયું.

 

'ઓરિયા' નુ નામ 'ઉડિયા' કરાયું.

 

 

અનુસૂચિ : 9  અમુક અધિનિયમ ને કાયદેસરતા

અધિનિયમો અને નિયમો કે જેમને અનુચ્છેદ-31(બી) હેઠળ રક્ષણ અપાયેલું છે.

( 1લો બંધારણીય સુધારો - 1951 દ્વારા ઉમેરવામાં આવી. )

 

અનુસૂચિ : 10  પક્ષ- પલ્ટાવિરોધી કાયદો

(52મો બંધારણીય સુધારો - 1985 દ્વારા ઉમેરવામાં આવી.)

અનુસૂચિ : 11  પંચાયતીરાજ

પંચાયતો માટેના 29 વિષયોની સૂચિ

( 73મો બંધારણીય સુધારો - 1992 દ્વારા ઉમેરવામાં આવી.)

અનુસૂચિ : 12 નગરપાલિકાઓ માટેના વિષયોની સૂચિ

નગરપાલિકાઓ માટેના 18 વિષયોની સૂચિ

(74મો બંધારણીય સુધારો- 1992 દ્વારા ઉમેરવામાં આવી.)